Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત વિધાનસભા અંગે જેમ 182નો આંકડો અપશુકનિયાળ મનાય છે તેમ હવે દિલ્હીના, હિન્દી અખબારો તેમના વિશે લખે છે તેમ-આપિયા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે 67નો આંકડો કુછ જમ નહીં રહા હૈ. ભાજપ કો ભી કુછ હજમ નહીં હો રહા હૈ...એટલે કેજરીવાલે અન્ના હજારેનો હાથ અને સાથ છોડીને રાજકારણ રૂપી પેલી આજના દૌરની પ્રિયાની જેમ નૈન મટકાવતી સત્તાની ખુરશીને પસંદ કરી ત્યારથી તેમને એ ખુરશી પરથી ઉખાડી ફેંકવાનું શરૂ થયું છે દિલ્હીના રાજકારણમાં. કોઇ રાજ્ય સરકારને કોઇ કેન્દ્ર સરકારે આટલી હદ સુધી હેરાન કરી છે? આવુ તો તામિલનાડૂમાં જ જોવા મળતું હતું. કરૂણાનિધિ સત્તામાં આવે એટલે જયલલિતાને નાંખે જેલમાં. જયલલિતા સત્તામાં આવે એટલે કરૂણાનિધિએ જેલમાં જવા બે જોડી કપડાં તૈયાર જ રાખ્યા હોય. સત્તાનો બેફામ ઉપયોગ. જે પોલીસ જયલલિતાને પકડીને જેલમાં નાંખતી એ જ પોલીસ કરૂણાનિધિને પકડીને જેલમાં ધકેલતી. બદલાનું રાજકારણ. એવું જ કંઇક ચાલી રહ્યું છે દિલ્હી રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર સાથે. કેજરીવાલ કોઇને ના ગમે પણ દેશની રાજધાની દિલ્હીના સૌથી વધુ જાગૃત મતદારોએ 70માંથી 67 બેઠકો આપીને “આપ”ને સત્તા સોંપી તેનો આદર થવાને બદલે આટલી હદ સુધી પરેશાન થવા છતાં કેજરીવાલ ડગ્યા નથી, ડર્યા નથી. તેમના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં રાત્રે 12 વાગે મુખ્ય સચિવને માર મારવાના આરોપ હેઠળ પોલીસ રેડ કરે, સીસીટીવી ફૂટેજ માટે હાર્ડ ડીસ્ક લઇ જાય. સામસામે ફરિયાદો થાય. યાર, આ શું ચાલી રહ્યું છે દિલ્હીમાં....?

    કેજરીવાલ અને તેમનું મફલર ભલે કોઇ કેસરીવાલને ના ગમે પણ આખરે તો તેઓ ચૂંટાયેલી સરકારના વડા છે. તેમની સરકાર બરાબર કામ ના કરતી હોય તો લગાવો 356. કોણ રોકે છે...કોંગ્રેસનો પણ હાથ અને સાથ મળશે કેજરીવાલની સરકારને હાંકી કાઢવામાં. ભ્રષ્ટાચાર કર્યો છે તો દૂર કરો સરકારમાંથી. અને આખરે એવું તે શું બન્યું કે ચૂંટણીના પરિણામના દિવસથી જ દિલ્હી રાજ્યની સરકાર સાથે કિટ્ટા? શું પરિણામ વિપરિત આવ્યાં એટલે? શું 70માંથી 67 બેઠકો કોંગ્રેસને ના મળી એટલે? શું 70માંથી 67 બેઠકો કેસરીવાલને ના મળી એટલે? શું ટેકનોલોજીનો જાણકાર કેજરીવાલ કંઇક જાણી ગયો અને તેમણે બાજી બગાડી? આખરે કંઇક તો વાત છે. દાલ મેં કુછ કાળા નહીં અખ્ખી દાલ હી કાલી-પીલી હો ગઇ હૈ. બેમાંથી કોઇ બોલતા નથી. ના તો કેજરીવાલ કે ના તો કેસરીવાલ.શું કોઇ ખાનગી ડીલ થઇ હતી કેજરીવાલની સાથે કિરણ બેદીની જેમ? કેમ કે લોકપાલના મુદ્દે રામલીલા મેદાનમાં જે બીજી ક્રાંતિ થઇ તેના સુત્રધારો હતા-આંધી નહીં હૈ ગાંધી હૈ...નામ ધારણ કરનાર અન્ના હજારે, કેજરીવાલ, કિરણ બેદી, બાબા રામદેવ વગેરે. વગેરે.

    2014 પછી શું થયું? આંધી નહીં ગાંધી હૈ...નામકરણવાળા હજારે જતાં રહ્યાં પોતાના ગામ રાવળગાંવ સિધ્ધિ. કિરણ બદી હળવેકથી પોંડીચેરીના લેફટનન્ટ જનરલ બની ગયા. બાબા રામદેવ પતંજલિ સાથે બજારમાં ઉતર્યા અને હજારો કરોડોનો નફો રળતા થયા છે. બ્લેકમની તો ના આવ્યું પણ તેઓ મનીધર થયા. રહ્યાં કોણ? કેજરીવાલ. તેમણે હજારેથી હટીને રાજકીય પાર્ટી બનાવી અને ચૂંટણીમાં પ્રવેશી કેન્દ્રમાં જેમનો તાજો તાજો સૂર્ય તપતપતો હતો તેવા કેસરીવાલથી આગળ નિકળીને 70માંથી 67 બેઠકો શું મેળવી કે શરૂ થઇ શાસકીય અને રાજકીય પરેશાની. જે સતત 3 વર્ષથી હજુ પણ છે.

    દેશ જાનના ચાહતા હૈ આખિર આપકો “આપ” કી સરકાર ઔર ઉનકે ખાંસતે હુયે સીએમ ક્યોં નહીં ભા રહે હૈ...? ક્યાં ઉનકે ખાંસને કી આવાજ રાયસીના હિલ્સ તક જાતી હૈ? ક્યા આપકે યોગા મેં દિક્કતે લાતી હૈ ઉનકી દમદાર ખાંસી? ક્યાં ઉનકા ચેક્સવાલા આધી બાંયો વાલા શર્ટ પસંદ નહીં? ક્યા ઉનકા મફલર આપકે મફલર સે જ્યાદા ચમકદાર-કેસરીદાર ઔર અસરદાર હૈ? ક્યા ઉનકે ટુથપેસ્ટ મેં નમક હૈ..? ક્યા આપકે ટુથપેસ્ટ મેં નમક હૈ..? ક્યા ઉનકે બાલો મેં ચમક હૈ..? ક્યા આપ સરકાર મેં પૈસો કી ખનક હૈ..? ક્યા સરકાર કો ગિરાને કી ભનક હૈ..?

    સવાલો કે ઢેર હૈ...જવાબો મેં દેર હૈ....!!!!!

    અબ કી બાર, દિલ્હીમેં કેસરી સરકાર...!

    અલવિદા ખાંસી....!!!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ