-
ભારતની જીવન સંસ્કૃતિમાં ફિલ્મોની ભારે અસર છે. ફિલ્મોના હીરો-હીરોઇનમાં આ દેશનો સાવ સામાન્ય યુવક અને યુવતી પોતાના સપનાઓં વાવેતર કરે છે. અલબત્ત તે વર્ચ્યુલ હોય છે. વાસ્તવિક હોતા નથી. હું પણ શાહરૂખ જેવો દેખાઉ કે હું પણ આલિયા ભટ્ટ જેવા કપડાં પહેરૂ...એવા સપનાઓ જોનાર હાલની પેઢીના યુવાનો કરતાં અગાઉના પેઢીના જુવાનિયાઓ કે જેઓ હાલમાં 50થી 60 વર્ષની વચ્ચે હશે તેમણે ચાંદની ફિલ્મના એક ગીત-મેરે હાથોમેં નૌ નૌ ચૂડિયા હૈ, જરા ઠહરો સજન મજબૂરીયાં હૈ...માં શ્રીદેવીની આંખોની મસ્તી, ચૂડિયોથી ભરેલા બે હાથની હરકત, કમરની લચક અને પ્રેમીને તરસાવવાની ગજબની અદાકારી જોઇ છે. ધોળા દૂધ જેવા સફેદ સાડી સહિત પીળા ફૂલ સમાન પીળા રંગની, વાદળી રંગની સાડીઓમાં કમર લચકાવતી ચાંદની એટલે કે શ્રીદેવી અને કપૂર ખાનદાનનો જન્મજાત મશ્કરો અદાકાર રૂષીકપૂર આકર્ષક રંગીન સ્વેટરમાં અને ગીતના અંતમાં કાળા સુટમાં જ્યારે બન્ને રાગ પહાડી પર આધારિત “ તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત મિતવા...” ગાય છે ત્યારે જોનારને એમ થાય કે તે પણ તે જ વખતે તેમની સાથે જ છે..!
શ્રીદેવીએ જીવન મંચ પરથી અચાનક વિદાય લીધી તે અગાઉ વિનોદખન્ના, શશીકપૂર, રીમા લાગૂ વગેરેએ કાયમી વિદાય લીધી હતી. શશીકપૂરની સાથે તો એ અભિનેત્રીઓએ સમૂહ ફોટો પણ પડાવ્યો હતો કે જેમણે કપૂર ખાનદાનના આ સોહામણાં સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. પણ ચાંદનીની સાથે કામ કરનારા અભિનેતાઓએ તો આવો કોઇ સમૂહ ફોટો પડાવ્યો જ નહોતો. કેમ કે એવો કોઇ સમય આવ્યો જ નહોતો. બધુ જ અચાનક. અને બધુ જ રહસ્ય. કાર્ડિયાક એટેક...પછી કહેવાયું કે ના, હાર્ટ એટેક...પછી આવ્યું કે બાથટબમાં પડી ગઇ...પછી આવ્યો ખુલાસો કે ચાંદની નશાની હાલતમાં હતી અને ચક્કર ખાઇને બાથટબમાં પડી ગઇ અને પાણીમાં ડૂબીને ચાલી ગઇ.
ફિલ્મોમાં કામ કરનારાઓ માટે શરાબ સાવ સામાન્ય છે. કહેવાય છે કે મશહૂર અદાકારા પાકિઝા(મીનાકુમારી) પણ નશામાં જ ખૂવાર થઇ હતી. જો કે વિદેશી હીરોઇનોની સરખામણીએ ભારતની હિરોઇનોમાં શરાબ સેવનનું પ્રમાણ નહીંવત્ છે. તેમ છતાં પાકીઝા અને ચાંદની, બન્નેએ હરિવંશરાય બચ્ચનની મધુશાલાની હાલા બનીને જીવન સમાપ્ત કર્યું. બચ્ચનથી યાદ આવ્યું કે ચાંદનીની વિદાય પહેલા, “કુલી”થી “શહેનશાહ” બનેલા “દિવાર’”ના વિજયને જાણે કે આભાસ થયો હોય તેમ ટ્વીટર પર મોડી રાત્રે લખ્યું હતું કે કંઇક મૂંઝવણ,બેચેની જેવું થાય છે. તેમની ટ્વીટ પછી દુબઇથી ટ્વીટ આવવાની શરૂઆત થઇ કે “ખુદા ગવાહ”ની બેનઝીર એટલે કે શ્રીદેવી નો મોર. કેવું ગજબ કહેવાય. બાદશાહખાનને અંદેશો આવી ગયો કે કંઇક અમંગળ થવાનું છે. તેને યોગાનું યોગ જ માનીએ. બની શકે કે બાદશાહખાન બેનઝીરને ખરા દિલથી ચાહતો હશે અને અંદેશો મળ્યો હોય. એ તેમનો વિષય છે. જ્યા બચ્ચન સાંભળશે તો બંગાળથી રાજ્યસભામાં માંડી વાળીને બચ્ચનની સાથે જ મેરાસાયાની જેમ રહેશે.
નટ-નટીઓની જિંદગી નોખી અને અનોખી હોય છે. ટોચ પર પહોંચ્યા બાદ બધુ જ છાનુંછપનું. પણ પાયલનો રણકાર છાનુંછપનું ના રહે. ઉંમર ઘટાડવા મથી રહેલી આ અભિનેત્રીએ દવાના ભાગરૂપે નશો કર્યો કે કોઇ ગમમાં કે ખુશીમાં એ તો તેઓ અને બોની કપૂર જ જાણે. પણ તે નશો કરતી હતી તે વાત તેમના ચીર વિદાય પછી બહાર આવી. તેમાં વળી ભાજપના સાંસદ કે જેઓને બોલવાની ખૂબ સારી ટેવ છે, તેવા સુબ્રમણ્યમ સ્વામીએ શ્રીદેવીને બોની કપૂર કરતાં પણ વધારે ઓળખતાં હોય તેમ ફટાક દઇને પ્રમાણપત્ર આપ્યું- નો, વો શરાબ નહી પીતી થી. કભી કભાર બિયર લેતી થી. ઉનકા મર્ડર હુવા હૈ...!!! દાઉદ કે સાથ અભનેત્રીઓ કે સંબંધો કો જાંચ હોની ચાહિયે.
સ્વામીજી, આપ કદાજ ટાઇમ મશીનમાં પાછળ જઇને વિસરી ગયા હશો પણ દેશમાં હાલમાં આપના પક્ષની પાવરફૂલ અને ફૂલગુલાબીવાળી સરકાર છે. જો આપની પાસે અભિનેત્રીઓ અને દાઉદ વચ્ચેના કોઇ રિલેશન હોય તો કૃપયા, વહ ઇન્ફર્મેશન સરકાર કો દે. ક્યોં કી રાજન જબ આરબીઆઇ કે ગવર્નર થે તબ આપકે પાસ ઉનકી બહોત સારી ડિટેઇલ્સ થી. રાજન દેશવિરોધી હૈ, રાજન વિદેશમેં રિઝર્વ બેંક કી ગોપનીય ઇન્ફર્મેશન ઇમેલ સે ભેજતે હૈ..દેશ હિતમેં રાજન કો નિકાલો ઔર આપ કી બાત સુન કર સરકારને રાજન કો ઘરભેગા કર દિયા થા. ઇસલિયે દાઉદ ઔર બોલીવુડ કી ઇન્ફેર્મેશન હો તો સરકાર કો દિજીયે. દાઉદ યૂ પકડા જાયેગા...!! દાઉદ કો પકડાવાનેમેં સરકાર કી સહાયતા કે લિયે હો શક્તા હૈ કી આપકો ઇનામ કે તૌર પર પદ્મ વિભૂષણ યા ભારત રત્ન ભી મિલ જાયે. ક્યોં કી સરકાર આપ કી હૈ. ચાંદની કા મર્ડર હુવા હૈ....તો સુષ્માજી કો ઇસકી જાનકારી દેને કા કષ્ટ કરે. વૈસે ભી સુષ્મા કે પાસ વિદેશ મંત્રાલયમેં સમય હી સમય હૈ. સુષ્માજી ટ્વીટ કરતે કરતે સરકાર કો બતાયેગી કી આખિર 2201 નંબર કે કમરે મૈં ઉસ રાત ક્યા હુવા થા. ક્રાઇમ પેટ્રોલિંગમાં કહેવાશે- ગૌર સે દેખો ઇસ આદમી કો....યહી હૈ વો શખ્શ જો ઉસ વક્ત કમરે મેં મોજૂદ થા...!!!
એક સરસ મજાની સ્ટોરીનો પ્લોટ મળ્યો છે દુબઇથી ફિલ્મી દુનિયાવાળાઓને. સુનંદા પુષ્કરની જેમ બહાર આવશે- શ્રીદેવીને શરાબમાં ઝેર આપવામાં આવ્યું હતું..? એટલે પછી સ્વામીની બાઇટ લેવા કેમેરાઓની લાઇન લાગશે. હશે. ચાંદનીની વિલાઇ જતાં જે થયું તે રામગોપાલ વર્માને ગમ્યું નથી. મોટાભાગનાને ગમ્યું નથી. પણ થાય શું.....દેશવાસીઓએ આવા સદમાના લમ્હા માટે તૈયાર રહેવુ જોઇએ. ટીવી ચેનલો હવે ચાંદની રાતમાંથી બહાર આવીને દેશના બીજા પ્રશ્નો માટે પણ આવું જ કવરેજ આપશે એમ માની લેવું નહી...!! કેમ કે તેમની પાસે બીજા ઘણાં કામો છે. જેમ કે કર-નાટકની ચૂંટણીઓ, નિમો કાંડમાં ઓડિટરોની બેદરકારી( રિઝર્વ બેંકની નહીં હોં ) બગૈરા...બગૈરા... અને છેલ્લે ચાંદની વિષે આટલું જ કે હવે કોણ કહેશે- મેરે હાથો મેં નૌ નૌ ચૂડિયા હૈ....!!!!