-
ભાવનગર નજીક રંઘોળા નદીના પુલ પરથી જાનૈયાઓને લઇ જતી એક ટ્રક રેલિંગ તોડીને નીચે ગબડતાં 31 નિર્દોષ લોકોના જાન ગયા છે. જો કે આ ટ્રકમાં જાનૈયાઓની સાથે વરરાજા નહોતા એટલે સદનશીબે તેઓ બચી ગયા પરંતુ આ ટ્રકમાં બેઠેલા વરરાજાના માતા-પિતા પોતાના દિકરાના લગ્ન જોવા માટે આ દુનિયામાં ન રહ્યાં. વરરાજા અલગ કારમાં હતા અને અકસ્માતની વાત તેમનાથી છુપાવીને લગ્નવિધિ હાથ ધરાઇ અને લગ્ન થઇ ગયા. આ કરૂણ ઘટનાએ ભલભલાના હૃદયને હચમચાવી નાંખ્યું છે. પુલ નીચે નદીના સુકા પટમાં વેરવિખેર અને ક્ષત-વિક્ષત લાશો એવા જાનૈયાઓની કે જે કેટલીક ક્ષણો પહેલાં પોતાના લાડકવાયાના લગ્નના મંગળ ગીતો ગાઇ રહ્યાં હતા. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણઆ દુઃખમાં સહભાગી થવા અનિડા ગામે પહોંચ્યા જ્યાં એક જ ગામમાં એક સાથે 30 અર્થીઓ ઉઠી. તે જોઇને કોઇના આંખમાં પણ આંસુ નિકળી આવે. તો કોઇને આક્રોશ પણ આવ્યો કે શું આ અકસ્માત રોકી શકાયો હોત ખરો?
ગામ લોકોએ ચોધાર આંસુઓ પોતાના વ્હાલસોયાઓને ચીર વિદાય આપી. સરકારે 4-4 લાખની સહાય આપવાની જાહેરાત કરી. વાત પૂરી. પણ ખુલ્લી ટ્રકમાં માલસામાનને બદલે માણસોની હેરફેરને રોકી શકાય કે નહીં? એક ટ્રકમાં 60 જેટલા જાનૈયાઓ હતા. ટ્રકોમાં માલસામાનને બદલે માણસોની હેરફેર કે આવન-જાવન થતું રહેશે તો આજે રંઘોળા તો કાલે કોઇ બીજા સ્થળે આવો અકસ્માત નહીં સર્જાય તેની ખાતરી સરકારના કોઇ મંત્રી કે કોઇ આરટીઓ ઓફિસર નહીં આપે. હમણાં જ હોળીના તહેવારમાં અમદાવાદમાંથી રાજસ્થાન તરફ જતી લકઝરી બસોની ઉપર એટલી મોટી સંખ્યામાં મુસાફરો બેઠા હતા કે તે જોઇને ધ્રુજારી ચઢે કે ક્યાંક આને અકસ્માત નડે તો શું હાલત થાય? મજા એ હતી કે પોલીસ એ બસના રૂટ પર હાજર હતી પણ શેના માટે તે કહેવાની જરૂર નથી. ટ્રકોમાં અને લકઝરી બસોની છત પર માણસોની હેરફેર તાકીદે અટકાવવાના પગલા લેવાવા જોઇએ. માત્ર 4 લાખ વળતર આપીને સરકાર પરમ સંતોષ માને બેસી રહે તે નહીં ચાલે. રંઘોળાના ટ્રક ચાલક કઇ હાલતમાં હતો તેની તપાસ કરવાની કોઇએ તસ્દી નથી લીધી. પુલ પર પસાર થતી વખતે ખરેખર શું બન્યું, ક્યાં ચૂક થઇ, કેટલી સ્પીડ હતી વગેરેની વિગતો મળવી અને મેળવવી આવા અકસ્માતની ઘટનાની તપાસ માટે અનિવાર્ય હોય છે. પણ એ વિગતો છેવટે અકસ્માતની ફાઇલોમાં દબાઇને રહી જાય છે. આવો કોઇ બીજો અકસ્માત બને ત્યાં સુધીરંઘોળા અકસ્માત વિસરાઇ જશે. બીજો આવો અકસ્માત બનશે ત્યારે રંઘોળાના અકસ્માતને યાદ કરાશે. ત્યાં સુધી ઠેરના ઠેર અને કાળી સડક પર નાચ્યા કરશે મોતનો કહેર....!!!