-
ભારતમાં સૈન્ય દળને રાજકારણ અને મિડિયાથી દૂર રાખવાની એક વણલિખિત નીતિ છે. ભારતીય લશ્કરમાં તેના સેના અધ્યક્ષનું નામ કદાજ સૌ જાણતા હશે પણ કોઇ મેજર કે કેપ્ટન કે લેફ્ટનન્ટનું નામ કે ચહેરો જાણતા નહીં હોય. વાત છે મેજર લિતુલ ગોગોઇની. દેખાવે કોઇ નેપાલી કે તિબેટિયન જેવો લાગે. કાશ્મિરના ખીણ પ્રદેશમાં આતંકવાદ સામે લશ્કરી અને અર્ધ લશ્કરી દળો ખડકવામાં આવ્યાં છે. કાશ્મિરમાં થોડાંક સમય પહેલા સુરક્ષા દળોની એક ટુકડી ભારે પથ્થરમારો કરી રહેલા યુવાનોના ટોળામાં ઘેરાઇ ગઇ ત્યારે આ યુવાનો તેમને જાનથી મારી નાંખે તે પહેલા ટુકડીના મેજરે પથ્થરમારો કરી રહેલા યુવાનોમાંથી કોઇ એકને ગમે તેમ કરીને પકડી લીધો અને પોતાની જીપની આગળ બાંધીને ટુકડીના જવાનોને લઇને તેની પાછળ નિકળ્યો. પથ્થરમારો બંધ. કેમ કે જીપની આગળ એમનો જ માણસ હતો. જવાનો પર પથ્થરો મારે તો જીપની આગળ બાંધેલાને જ લાગે. મેજરની ટ્રીક કામ કરી ગઇ. જવાનોના જીવ બચી ગયા અને ત્યારબાદ જે થયું તે આ મેજરને ભારે પડ્યું.
આ પ્રકારની માહિતી અને લશ્કરી સંબંધિત કોઇપણ માહિતી પીઆઇબી અથવા દળના પીઆરઓ દ્વારા આપવાની પરંપરા રહેલી છે. જેમણે ઓપરેશન પાર પાડ્યું હોય તેમને મિડિયા સમક્ષ લાવવાની પ્રથા જ નથી. કેમ કે તેનાથી એક તો એ અધિકારીની ઓળખ જાહેર થઇ જાય અને તેનો ચહેરો જાણીતો બને તો તેના જાનનું જોખમ. જીપવાળા કિસ્સામાં સત્તાવાળાઓ પીઆરઓ કે પીઆઇબી દ્વારા નહીં પણ આ ઓપરેશન હાથ ધરનાર મેજરને મિડિયા સામે લાવ્યાં ત્યારે માલુમ પડ્યું કે તેમનું નામ મેજર લિતુલ ગોગોઇ છે. જોતજોતામાં ગોગોઇ મિડિયા દ્વારા હિરો બની ગયો. તેના વખાણ થયા અને તે લોકપ્રિય બન્યો કે તેનો ફોટો જોઇને કહી શકાય કે અરે, હાં આ તો પેલો લશ્કરનો અધિકારી જેણે પથ્થરમારો કરી રહેલા યુવકને જીપ સાથે બાંધ્યો હતો એ જ ને...?!!
કાશ્મિરમાં લશ્કરી જવાનો સહિત કોઇને પણ સ્થાનિક લોકો કે યુવતીઓ સાથે કોઇપણ પ્રકારના સંબંધો નહીં રાખવાની કડક સુચના અને આદેશ છે. મેજર ગોગોઇએ જીપ સાથે સ્થાનિક યુવકને બાંધ્યો તેનાથી ખીણ પ્રદેશમાં રહેતા ભારત વિરોધી પરિબળોએ આ મેજરને શિકાર બનાવી સમગ્ર ભારતના લશ્કરને બદનામ કરવાનું જાણે કે ષડયંત્ર રચ્યું હોય તેમ કાશ્મિરમાં ઘેર ઘેર જાણીતો ચહેરો બની ગયેલા મેજર ગોગોઇને પાડી દેવા માટે અથવા પોતાની લોકપ્રિયતા અને સરકાર મને કાંઇ નહીં કરે એવા કોઇ ભ્રમમાં મેજર લિતુલ 18 વર્ષની એક સ્થાનિક યુવતીમાં લપેટાયા કે લપેટી લેવાયા. આ યુવતીને લઇને અથવા તેને મળવા માટે મેજર શ્રીનગરની એક હોટેલમાં ગયો અને ફસાઇ ગયો....!!
હોટેલમાં તેને કાઉન્ટર પરથી ના પાડવામાં આવી કે શું થયું તેની વિગતો હજુ બહાર આવી નથી પણ હોટેલવાળાઓએ તરત જ પોલીસને જાણ કરી અને મેજર છાપે ચઢી ગયો. તેની સામે લશ્કરી રાહે તપાસ હાથ ધરાઇ ત્યારે તે દોષિત જાહેર થયો છે. મેજર તે વખતે ફરજ પર હતો અને ફરજના નક્કી કરેલા સ્થળની બહાર નિકળીને હોટેલમાં ગયા, રૂમની માંગણી કરી અને તેની સાથે 18 વર્ષિય સ્થાનિક યુવતી પણ હતી. મેજર હની ટ્રેપનો શિકાર બની ગયો કે પછી પોતે હિરો બની ગયો અને સૌ કોઇ તેના વખાણ કરે છે તેથી તે જે કાંઇપણ કરશે તો વાંધો નહીં આવે એવી કોઇ માનસિક્તામાં તેણે સ્થાનિક યુવતી સાથે સંબંધો બનાવવા સુધીની હિંમત બતાવી તેના મૂળમાં મિડિયામાં તેને રજૂ કરીને તેને હિરો તરીકે રજૂ કરવાની લશ્કરી સત્તાવાળાઓનો નિર્ણય પણ હોઇ શકે.
વાત માત્ર આ મેજર પૂરતી નથી. પણ છેલ્લાં કેટલાક સમયથી કાશ્મિરમાં ભારતીય લશ્કરી દળ કે સુરક્ષા દળોની કામગીરીને મિડિયામાં જરૂર કરતા વધુ રજૂ કરવાની નીતિ જોવા મળી રહી છે. આતંકીઓએ કોઇને માર્યા હોય પછી સુરક્ષા દળો એ આતંકીઓનો ખાત્મો બોલાવી દે ત્યારે એવા શબ્દોનો ઉપયોગ મિડિયામાં કરાય છે કે માહિતી આપનારા ઉચ્ચારે છે કે ભારતના જવાનોએ તેનો બદલો લીધો....! ભારતનું લશ્કર કોઇની સામે બદલાની ભાવનાથી નહીં પણ ભારતની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે પોતાને સોંપાયેલી ફરજના ભાગરૂપે કામગીરી કરે છે. પરંતુ કહેવાય છે કે, સરકાર કામ કરી રહી છે અને નિર્દોષોને મારનારાઓને મારીને બદલો લે છે, કોઇને છોડતી નથી એવું કંઇક પૂરવાર કરવા માટે શક્ય છે કે આવા બદલો લીધો..ના શબ્દોનો ઉપયોગ કરાતો હશે. મેજર ગોગોઇ જેવા જાણે-અજાણે લોકપ્રિય બની ગયેલા અન્ય લશ્કરી અધિકારીઓ આવી કોઇ હની ટ્રેપમાં ન આવે તે હેતુથી લશ્કરી કાર્યવાહીની માહિતી માટે ઓપરેશન પાર પાડનાર જે તે અધિકારીને મિડિયાની સામે કે કેમેરાની સામે લાવવાને બદલે પીઆરઓ કે પીઆઇબી દ્વારા જ માહિતી અપાય તે જરી છે. નહીંતર હજુ ઘણાં મેજરો કે અધિકારીઓ આ રીતે હનીટ્રેપમાં ફસાશે અને લશ્કર બદનામ થશે. લશ્કરને રાજકારણ અને મિડિયાથી દૂર રાખવામાં જ ભારતની ભલાઇ છે.