-
આજની નવી પેઢી જ નહી પણ તે પહેલાની પેઢીને પણ કદાજ યાદ નહીં હોય કે મહંમદઅલી ઝીણા કોણ હતા. કદાજ નવી પેઢી તેમને યાદ કરે તે માટે ઝીણા વિવાદનો ફરીથી જન્મ કરાવવામાં આવ્યો છે. આ વખતે ઝીણાનો જન્મ સિઝેરિયન દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિ.ના એ રૂમમાં કરવામાં આવ્યો કે જ્યાં તેઓ તસ્વીર બનીને 70 વર્ષથી લટકી રહ્યાં હતા. પેલું ગીત છે ને...જરા તસ્વીર સે તું, નિકલ કે સામને આ મેરી મહેબુબા...ની જેમ ઝીણા તસ્વીરમાંથી બહાર આવ્યાં અને યુનિ. સમરાંગણમાં ફેરવાઇ ગઇ. રાજકીય રીતે એમ લાગે છે કેટલાકને કે, યુપી હવે હૌલે...હૌલે.. રાજકીય લેબોરેટરી બની ગઇ છે. જાત-જાતના અને ભાત-ભાતના યોગ અને પ્રયોગ યુપીમાં થઇ રહ્યાં છે...
એક તરફ દલિતોના ઘરે ખાના-પિના ચલ રહા હે તો બીજી તરફ ઝીણા તસ્વીરના મામલે યોગી સરકારના એક મંત્રી બોલ્યા કે ઝીણા તો ગ્રેટ હતા...વે પુરૂષ નહીં...મહા પુરૂષ થે..બોલો છે ને. મજે કી બાત. મહાપુરૂષ શબ્દનો અવાજ હજુ તો ધીમો પડે તે પહેલા ખુદ યોગી ઉવાચ-ઝીણા કો સમ્માન ? કભી નહીં. હવે આવ્યું કે ઝીણાની તસ્વીરો યુરીનલમાં ટીંગાડવામાં આવશે. કેટલાક લોકો ઝીણાના સમાચાર ઝીણા ઝીણા ટાઇપમાં નહીં પરંતુ મોટા ટાઇપમાં જોઇને ઝીણી આંખો કરીને માંથુ ખંજવાળે કે આ ક્યાંથી આવ્યો...!!! વાત ચાલતી હતી પાકિસ્તાનની. આતંકના મુદ્દે ભારતે વર્ષોથી પાકિસ્તાનની તમામ મોરચે રાષ્ટ્રવાદ છાપ વોશિંગ પાવડરથી ધોલાઇ કરી છે. પણ ક્યારેય ઝીણા વચ્ચે ના આવ્યાં. ઝીણા ઝીણી ઝીણી રાઇ જેટલા પણ ભારતની અડફેટે ના આવ્યાં અને હવે એક યુનિ.ના કોઇ રૂમમાં ઝીણાની તસ્વીરને લઇને આ તસ્વીર ત્યાં કેમ છે..એવો સવાલ કરીને ઝીણાને ફરીથી યાદ કરીને ધીમે ધીમે ફોકસ એ થશે કે ઝીણાને કારણે ભારતમાં આ બધુ થયું....બની શકે કે ઝીણારૂપી તોપનું નાળચું તીન મૂર્તી ભવન તરફ ફેલવવામાં આવે તો કછુ નક્કી નાહીં. નિવેદન પણ આવી શકે કે જેઓ ઝીણાપ્રેમી છે તેઓ દેશ વિરોધી છે અને તેમને સામે પાર મૂકી આવવા જોઇએ....!!
ઝીણા મૂળ જૂનાગઢના અસલ ગુજરાતી અને હિન્દુ ધર્મી હતા એ કદાજ વિવાદ જગાવનારાઓ યાદ નહીં કરે. કારણ કે તેમને તો જેટલું કહ્યું હોય એ એજન્ડાના ફંડા પર વિરોધના ઇંડા ફોડવાના છે, બસ. ભારતની પાકિસ્તાન સામેની આખી લડાઇમાં કલતક દૂર દૂર સુધી....કોઇ ઝીણા-વીણાં નજરે પડતા નહોતા. નજરે પડતા હતા તે હતા મિંયા મુશરર્ફ. અને હવે ઝીણા ઝીણા મોર...ની જેમ કેટલાક માટે યે દિલ માંગે મોર,,,બની રહ્યાં છે ઝીણા. ઝીણા પણ કબરમાં પડ્યા પડ્યા ખાંસતા ખાંસતા એ વિચારે કે યે આવાજ કીસને દી... ક્યોં દી...!!! આવાજ દે કે હમેં મત બુલાઓ....ભારતમેં ઇતના ન હમકો સતાઓ...છતાં કોથળામાંથી કુશળ બાજીગરની જેમ બિલાડા નહીં પણ ઝીણા બહાર કાઢવામાં આવ્યાં.યુરીનલમાં ઝીણાની તસ્વીર, પોસ્ટરના રૂપમાં જ હશે વળી ત્યારે તેને જોઇને કેટલાક ચેનચાળા કરે અને તેમાંથી થાય તો....ફા.....ન.
જેમને પાકિસ્તાનના લોકો, આપણે ગાંધીજીને વર્ષમાં માત્ર બે વાર યાદ કરીએ તેમ તેઓ પણ પોતાના સ્થાપકને વર્ષમાં બે વખત જ યાદ કરતા હશે. અને પાકિસ્તાનમાં ઝીણાની યાદમાં કોઇ મોટા રાષ્ટ્રીય કક્ષાનો મહોત્સવ યોજાયો હોય એવું તો કંઇક યાદ દિલ્હીને આવતું નથી તેમ છતાં ઝીણાના નામે વાદ-વિવાદ શા માટે…?ઝીણા ભારતના દુશ્મન છે. ધર્મના નામે તેમણે ભારતના ભાગલા પડાવ્યાં. પાકિસ્તાનની રચનાના થોડાક જ સમય બાદ તેઓ ગયા હતા.. અને એમ કહેવાય છે કે તેમની બિમારીની ખબર જો પહેલાથી જ ભારતને હોત તો ભારત ભાગલા માટે 6 મહિનાનો સમય લઇ લેત અને તે દરમ્યાનમાં ઝીણા હોત જ નહીં અને ભારતના ભાગલા થાત નહી. પાકિસ્તાન રચાયાના 6 જ મહિનામાં ઝીણા પોઢી ગયા હતા. તેઓ રાજરોગ ક્ષયથી પિડાતા હતા અને છેલ્લા સ્ટેજ પર હતા. પરંતુ તેમણે તેમની બિમારીનું રહસ્ય છુપાવી રાખ્યું હતું. અને તેથી તેઓ ભાગલા માટે ઉતાવળા થયા હતા. આ તેમની હેલ્થ હિસ્ટરી. પણ વળી પાછો એ સવાલ કે યુપી વાળા એમ કેમ કહે છે ઝીણાને કે, જરા તસ્વીર સે તુ નિકલ કે....
કારણ તો હશે અને છે. કારણ એ છે કે વિવાદ માટે કંઇક તો જોઇએ ને. લટકાના...ફિર ભટકાના....70 વર્ષ તેમની તસ્વીર યુનિ.માં લટકી રહી ત્યારે કેમ કોઇને યાદ ના આવ્યું....એવો સવાલ ના કરાય. એવો સવાલ કરશો તો......મતલબ કેબિનેટ મંત્રી તેમને મહાપુરૂષ કહે તો કોઇ અપરાધ નહીં લેકીન અગર તુમને બોલ દિયા તો સમજો કે રાજા બિના કુંડી ખટકાયે સીધે અંદર ધર દિયો જાઓંગે. કોઇ પૂછે કે ક્યા ચલ રહા હૈ...તો કહે દિયો કી ઇન દિનો તો ભૈયા... ઇન્ડિયામેં બસ અબ ફોગ નહીં ઝીણો ચલ રહ્યો હૈજી.....!!!