યુક્રેનમાં રશિયાનું આક્રમણ વધુ ઘાતક બની રહ્યું છે ત્યારે ભારતે યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' અભિયાનને વધુ ઝડપી બનાવતા એરફોર્સને પણ સામેલ કરી છે. આ મિશનમાં દેશની ખાનગી એરલાઈન્સ પણ જોડાઈ છે. કેન્દ્ર આગામી ત્રણ દિવસમાં ૨૬ ફ્લાઈટ્સ મારફત યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને સ્વદેશ લાવશે. મંગળવારે ૬૧૬ ભારતીયોને પરત લવાયા હતા. બીજીબાજુ વિદેશ સચીવે મંગળવારે મોડી રાત્રે કહ્યું હતું કે કીવમાંથી બધા જ ભારતીયો બહાર નીકળી ગયા છે.