યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઉગારવા માટે ભારત સરકારે મિશનનું નામ ઓપરેશન ગંગા રાખ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે આ અંગેની જાણકારી આપી હતી. હકીકતે યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી નીકળીને રોમાનિયાના રસ્તેથી એર ઈન્ડિયાનું વિમાન 219 ભારતીયોને લઈને શનિવારે સાંજે મુંબઈ ઉતર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રશિયાના હુમલાના કારણે યુક્રેની હવાઈ ક્ષેત્રને બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ ત્યાં ફસાયેલા ભારતીયોને ઉગારવા માટે વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિકો યુક્રેનથી બસોમાં સવાર થઈને રોમાનિયા પહોંચી રહ્યા છે. રોમાનિયાના શહેર બુખારેસ્ટ ખાતેથી તેઓ સૌ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર થઈને ભારત પહોંચ્યા છે.