ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે. આજે 15 ઓક્ટોબરના રોજ સવારે ઈઝરાયેલથી ભારતીયોને લઈને બે ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી હતી. પ્રથમ ફ્લાઈટમાં 197 ભારતીયો અને બીજી ફ્લાઈટમાં લગભગ 276 ભારતીયો હાજર હતા.
ઈઝરાયેલમાં લગભગ 18,000 ભારતીયો કામ કરે છે. ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાંથી ફસાયેલા ઈન્ડિયનોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કેન્દ્ર સરકારે 12 ઓક્ટોબરથી ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે.