લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા કહેવાતાં શીખ વિરોધી અને અનામત વિરોધી નિવેદનોએ ભારતમાં વિવાદ જગાવ્યો છે, ત્યારે ભાજપ અને તેમના સાથી પક્ષોના કેટલાક નેતા તેમને ખુલ્લેઆમ ખતમ કરવાની અથવા ગંભીર ઈજા પહોંચાડવાની ધમકીઓ આપી રહ્યા છે.
રાહુલની જીભ કાપી લાવનારને 11 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરીને શિવસેનાના ધારાસભ્યે તો રાહુલ પર હુમલો કરવા માટે લોકોને ઉશ્કેર્યા છે, છતાં કોઈને કશું થતું નથી.