દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) એ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક પ્રસંગે સોમવારે, 22 જાન્યુઆરીએ અડધા દિવસ માટે OPD બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણયને હવે પાછો ખેંચી લીધો છે. હવે સામાન્ય દિવસની જેમ જ ઓપીડી દિવસભર ચાલુ રહેશે. AIIMSના વહીવટી અધિકારી રાજેશ કુમાર દ્વારા રવિવારે આ સંબંધમાં એક લેખિત આદેશ જારી કરવામાં આવ્યો છે.