આસામના પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, ભાજપના શાસન દરમિયાન આસામ અને પૂર્વોત્તર ભારતમાં શાંતિ સ્થપાઈ છે અને રાજ્યો વિકાસપથ ઉપર આગળ વધી રહ્યા છે. દેશમાં કોંગ્રેસના સાત દાયકાના રાજમાં પૂર્વોત્તરભારતને માત્ર હિંસા અને અરાજકતા જ મળ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારમાં પૂર્વોત્તરના રાજ્યો મુખ્ય પ્રવાહ સાથે જોડાયા છે. ભાજપની સરકાર આવ્યા બાદ અહીંયા વિકાસ થયો છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ, જે.પી. નડ્ડા, સર્બાનંદ સોનોવાલ. હિમંત બિસ્વ શરમા અને અન્ય આગેવાનોની હાજરીમાં ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીના નામે બનેલી આ છ માળની ઈમારતમાં અનેક સુવિધાઓ અને સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.