સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સોમવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન ભારતમાં ૨૭,૦૭૧ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. બીજી તરફ કોરોનાના કારણે દેશમાં ૩૩૬ લોકોનાં મોત થયાં છે. આ સાથે જ રસીકરણની પ્રક્રિયા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જારી કરાઈ છે, જેના મુજબ, પહેલેથી રજિસ્ટર્ડ વ્યક્તિને જ રસી આપવામાં આવશે. વોટર આઇડી, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસેન્સ, પાસપોર્ટ જેવા ફોટોવાળા ૧૨ જેટલા કોઇપણ માન્ય પુરાવાઓમાંથી એકના આધારે રજિસ્ટ્રેશન કરવામાં આવશે. શરૂઆતમાં દરેક બૂથ ઉપર દરરોજ ૧૦૦ લોકોને રસી આપવાની યોજના છે.
સરકારની તૈયારી
રાજ્યકક્ષાના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ જણાવ્યું હતું કે, દેશભરમાં રસીકરણ માટે બૂથ તૈયાર કરવામાં આવશે. દરેક બૂથ ઉપર દરરોજ ૧૦૦ લોકોને રસી આપવાની યોજના કરવામાં આવી છે. વેક્સિનના વધુ ડોઝ મળતા અને યોગ્ય વ્યવસ્થા ગોઠવાતા ૨૦૦ લોકોને પણ રસી આપી શકાશે.
ગાઇડલાઇનમાં શું છે?
કોવિડ વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક સિસ્ટમ કોવિન દ્વારા રજિસ્ટર્ડ લોકોને જ ટ્રેક કરવામાં આવશે અને તેના દ્વારા એન્ટિ કોરોના વેક્સિનેશન અંગે રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન મળશે
પહેલેથી રજિસ્ટર્ડ વ્યક્તિને જ રસી આપવામાં આવશે
ઓન ધ સ્પોટ વેક્સિનેશનની કોઈ વ્યવસ્થા નથી
રાજ્યોમાં એક જિલ્લામાં એક જ વેક્સિન મેન્યુફેક્ચરરની વેક્સિન એલોટ કરાશે
વેક્સિન વાઈલ મોનિટર નહીં થાય, બોટલ પર એક્સપાયરી ડેટ નહીં હોય તેથી રસીકરણ ઉપર અસર ન પડવી જોઈએ
વેક્સિનેશન પછી બાકી રહેલી તમામ બોટલ્સને આઈસપેકમાં મૂકીને ડિસ્ટ્રિબ્યૂટિંગ કોલ્ડ ચેન પોઈન્ટ ઉપર લઈ જવાશે