બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી -બીસીએએસ-ની નવી બેગેજ નીતિ અનુસાર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને હવે વિમાનની અંદર મહત્તમ સાત કિલો વજન ધરાવતી એક જ બેગ અથવા કેબિન બેગ લઇ જવાની પરવાનગી આપવામાં આવશે. પ્રવાસીએ વધારાના તમામ લગેજને ચેક ઇન કરાવવાનું રહેશે તેમ ન્યુસ -૧૮ના એક અહેવાલમાં જણાવ્યું હતું.