અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ મામલે અમદાવાદમાં એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાનો AMCએ નિર્ણય કર્યો છે. કોરોના કેસના વધતા આંકડાને લઈ સરકાર હવે ચિંતામાં આવી ગઈ છે જેના પગલે બુધવારે રીવરફ્રન્ટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠકનો દોર ચાલ્યો હતો. જે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.આજે રાત્રે 12 વાગ્યાથી લઈને 15 મે સવારે 6 વાગ્યા સુધી આ સૂચનાનું પાલન કરવું પડશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે. આ સિવાય કોઈ પણ સેવાઓ ચાલુ નહિ રહે. આ સિવાય હોમ ડિલીવરી સર્વિસને પણ સ્થગિત કરવામાં આવી છે.