ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે સાફ વાત કરી હતી કે જો પાકિસ્તાન સીમા પારનો આતંકવાદ અને ભારતમાં હિંસા બંધ કરે તો જ તેની સાથે વાતચીત કરાશે. વિદેશ પ્રધાન જયશંકરે યુરોપિયન યુનિયન કમિશનર ક્રિસ્ટોસ સ્ટિલિયનડિસ સાથે પ્રધાનોની એક બેઠકમાં આવી સ્પષ્ટતા કરી હતી. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન જો આતંક અને હિંસા મુક્ત વાતાવરણનું નિર્માણ કરે તો ભારત તેની સાથે વાતચીત કરવા તૈયાર થશે. જયશંકરે કહ્યું કે, યુરોપિયન યુનિયનના કમિશનર ક્રિસ્ટોસ સ્ટિલિયનડિસ સાથેની મુલાકાત સફળ અને સૌહાર્દપૂર્ણ રહી હતી. અમે સ્પષ્ટ કર્યું હતું કે, જો પાકિસ્તાન આતંક અને હિંસા મુક્ત વાતાવરણ સર્જશે તો ભારત દ્વિપક્ષીય વાટાઘાટ માટે તૈયાર છે.