ફક્ત હિન્દુત્વવાદના વિચારનો ફેલાવો કરવો એ દેશ માટે ઘાતક છે. તમામ ધર્મનું સન્માન કરવું જરૂરી છે એવો મત રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના અધ્યક્ષ શરદ પવારે કોલ્હાપુરમાં વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે NCP અધ્યક્ષ શરદ પવાર કોલ્હાપુરના પ્રવાસે હતા.