કોરોના વાયરસને લઈને દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા કરાયેલા દાવા ફેલ થતા જોવા મળી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે અને હોસ્પિટલોમાં પણ યોગ્ય સારવારના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. સંક્રમણને ફેલાતું અટકાવવામાં દિલ્હીની કેજરીવાલ સરકાર સતત નિષ્ફળ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીના મૂળ લોકોની જ સારવાર થશે. જ્યારે બાકીના લોકોએ સારવાર કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં કરાવવી પડશે.