કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યુ. અહીં તેમણે દાવો કર્યો કે, 'ભારતીય જનતા પાર્ટી બંધારણ પર રોજેરોજ હુમલા કરે છે કારણકે તે એ નથી સ્વીકારવા માંગતી કે દલિતો, આદિવાસીઓ અને ગરીબોને અધિકાર મળવા જોઈએ. માત્ર કોંગ્રેસ જ બંધારણની રક્ષા કરી શકે છે. આદિવાસીઓને શિક્ષણ આપી શકે છે અને તેમની જમીન અને અધિકારોનુ રક્ષણ કરી શકે છે.'