દેશમાં બેરોજગારી સામે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભરતી અંગેના એક સવાલના જવાબમાં લોકસભામાં કેન્દ્ર સરકારે આંકડા આપ્યા છે જેમાં બેરોજગારી અંગે બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૨૧-૨૨ના આઠ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે બહાર પાડેલી વિવિધ જગ્યાઓની ભરતી માટે સરકારને કુલ ૨૨.૦૫ કરોડ અરજીઓ એટલે કે દેશની વસતીના છટ્ઠા ભાગના લોકોએ અરજી કરી હોવાનું સરકારે જણાવ્યું હતું અને તેની સામે આ આઠ વર્ષમાં સરકારે કુલ ૭.૨૨ લાખ લોકોને નોકરી આપી છે. આ આંકડા દર્શાવે છે કે નોકરીની સામે અરજદારની સંખ્યા ત્રણસોથી ચારસો ગણી છે!