ચીની સામગ્રીનો બહિષ્કાર કરવો હોય, પરંતુ એ માટે પ્રોડક્ટ ચીનની છે એ ખબર તો પડવી જોઈએ ને! સરકારે હવે એ કામ સરળ કર્યું છે. ઓનલાઈન શોપિંગ કરનારો વર્ગ ભારતમાં વધતો જાય છે.પરંતુ ઓનલાઈન વેચાણકર્તાઓ પ્રોડક્ટ સાથે સ્પષ્ટ રીતે દર્શાવતા નથી કે એ ચીજ ક્યા દેશની છે, કન્ટ્રી ઓફ ઓરિજન, કયાં બની છે... વગેરે વગેરે... પરંતુ હવે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, ગ્રોફર્સ, બિગ બાસ્કેટ, પેપરફ્રાય અને અન્ય ઓનલાઈન વેચાણકર્તાઓએ પ્રોડક્ટ ક્યા દેશની છે એ દર્શાવવું પડશે.
ઓનલાઈન શોપિંગમાં મહત્ત્વનો હિસ્સો વિવિધ પ્રકારના ફિલ્ટર ભજવતા હોય છે. ખરીદદાર ફિલ્ટર પસંદ કરીને પોતાની ગમતી ચીજ શોર્ટ લિસ્ટ કરી શકાશે. આગામી દિવોસમાં ફિલ્ટર્સમાં ‘મેક ઈન ઈન્ડિયા’ એવું લેબલ પણ ઉમેરાશે.
ઓનલાઇન વેચાણકર્તાઓ પણ શરતનું પાલન કરવા તૈયાર
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)’ દ્વારા વિવિધ ઓનલાઈન વેચાણકર્તાઓ સાથે આ અંગે મીટિંગ રાખવામાં આવી હતી. એ પછી ઓનલાઈન વેચાણકર્તાઓ આ શરતનું પાલન કરવા તૈયાર થયા છે.