રાધનપુર શહેરમાં લોકોને સારી સુવિધા મળે અને જે તે વિસ્તારોમાં લોકોની સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ આવે તે માટે પાલિકાના સત્તાધીશો દ્વારા ‘રાધનપુર નગરપાલિકા’ નામનું વોટ્સએપ ગ્રુપ શરુ કર્યું છે. આ ગ્રુપને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને પાલિકાના સાતેય વોર્ડના લોકો પોતાની સમસ્યાઓ આ ગ્રુપમાં મુકે છે. જે સમસ્યાઓનો તુરંત જ નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા પણ પગલાં લેવાય છે.