CBIએ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એફઆઈઆર નોંધવાની સાથે, સીબીઆઈએ પોતાની પ્રથમ તપાસના આધારે કહ્યું કે ભૂપેશ બઘેલ સટ્ટાબાજીની એપના કથિત લાભાર્થીઓમાંથી એક છે. સીબીઆઈ અધિકારીઓએ કહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રિપોર્ટ અનુસાર, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ કથિત રીતે ઓનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડના લાભાર્થીઓમાંના એક હતા. હવે CBIએ પોતાની FIRમાં પણ આ જ વાત લખી છે.