ગુજરાતમાં ડુંગળી પકવતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો. હાલ, તેને મણે 75 થી 80 રુપિની નુકશાની છે. બમ્પર ઉત્પાદનના પગલે મહુવા યાર્ડમાં માલના ભરાવાના કારણે યાર્ડ સિવાયના 25 વીઘામાં ડુંગળી ઉતારવાની ફરજ પડી. આ સ્થિતિ સર્જાવાનું કારણ છે - મહારાષ્ટ્રમાં ડુંગળીનું 25 % વધુ વાવેતર. હજુ મે માસમાં ડુંગળીની નવી આવકો શરુ થશે એટલે ભાવ વધુ ગગડશે.