સૌરાષ્ટ્રમાં ડુંગળીની સૂંડલામોઢે આવક થતાં યાર્ડમાં જગ્યા ટૂંકી પડવા માંડી. મહુવામાં ચાર લાખ ગુણી ડુંગળીનો ભરાવો થયો છે. બે લાખ સફેદ અને બે લાખ ગુણી લાલ ડુંગળી યાર્ડમાં પડી છે. આ વર્ષે ધારણા કરતાં ઉત્પાદન વધુ રહ્યું એટલે હજુ માલની આવક ચાલુ રહેશે. હાલ માર્ચ એંડિંગના કારણે મહુવા, ભાવનગર યાર્ડમાં રજાઓ જાહેર થઈ છે, પણ એપ્રિલમાં ફરીથી યાર્ડ ધમધમતા થશે.