સરકારી માલિકીની ઓઈલ કંપની ઓએનજીસી વર્ષ 2022-23 સુધીમાં રૂ.21,500 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. કંપની ઘણી ઉંડી જગ્યાએ ગેસના શોધકામ માટે આ રોકાણ કરશે. જેનાથી કંપનીને પ્રાઈસ કેજી બેસિન બ્લોકમાં ઉત્પાદન બમણું કરવામાં મદદ મળશે. ગત વર્ષ ઓએનજીસીએ બંગાળની ખાડીમાં 10 ઓઈલ અને ગેસ બ્લોકમાં ડિસ્ક્વરી માટે રૂ.34,012 કરોડના રોકાણની યોજના બનાવી હતી.