ઉત્તર પ્રદેશ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ સોમવારે દાવો કર્યો હતો કે તેમણે રાષ્ટ્રીય સ્તરે ચાલતા સામૂહિક ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. જેમના નામ ઉમર ગૌતમ અને જહાગીર આલમ છે. બન્ને દિલ્હીના જામિયા નગરના રહેવાસી છે.
પોલીસનો દાવો છે કે આ બન્ને શખ્સો આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફંડ પણ મેળવી રહ્યા હતા. તેઓનો મુખ્ય ટાર્ગેટ દિવ્યાંગો, મુકબધીરો, બાળકો અને મહિલાઓ હતી. જેઓનું આ બન્ને શખ્સો ધર્માંતરણ કરાવી રહ્યા હતા. આરોપ છે કે આ બન્નેએ અત્યાર સુધી કુલ એક હજાર જેટલા લોકોનું ધર્માંતરણ કરાવ્યું છે. આ જાણકારી એડીજી પ્રશાંત કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવી હતી.