જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક જવાન શહીદ અને ચાર જવાન ઘાયલ થયાના અહેવાલ છે, જ્યારે એક આતંકી ઠાર થયો છે. અહેવાલ અનુસાર, આજે (27 જુલાઈ) સવારે કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા(એલઓસી)ની નજીકના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી.