Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતનાં ૧૮,૨૩૨ ગામોમાંથી ઘણાં ગામો વિશેષ ગામો છે. ઉત્તર ગુજરાતનું વિસનગરની બાજુમાં આવેલું ગામ કાંસા ઘણી વિશેષતા ધરાવે છે. આ ગામમાં પાનનો ગલ્લો નથી. આ ગામમાં ચાની કીટલી પણ નથી. ગ્રામજનોએ વ્યસનને ગામથી દૂર રાખવા માટે આવો નિયમ કર્યો છે. ભૂતકાળમાં ચાની કીટલી અને પાનના ગલ્લા પર પ્રતિબંધ મૂકાયો હતો. આ ગામની બીજી વિશેષતા એ છે કે ગામમાં દારૂખાનુ ફોડવાનો ખોટો ખર્ચ કરાતો નથી. દારૂખાનુ ફોડવું એ વ્યય છે. પૈસાનો ધૂમાડો થાય અને અવાજનું પ્રદૂષણ થાય. (જો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી હવે કેટલાક લોકો દારૂખાનુ ફોડે છે.)  ગામમાં શુભ પ્રસંગે બેન્ડબાજા પદ્ધતિ બંધ છે. આ ગામનું પુસ્તકાલય ૨૦૦ વર્ષ જૂનું છે અને તેમાં ૨૫,૦૦૦ જેટલાં પુસ્તકો છે. આ ગામ ગાયકવાડી સરકારના નેજા હેઠળ હતું. આ ગામમાં શિક્ષણનું ખૂબ મહત્વ છે. આ ગામમાંથી અનેક ડોક્ટર થયા છે, એન્જિનિયર થયા છે, ધારાશાસ્ત્રી થયા છે અને ખાસ તો હરિજન જેવી પછાત ગણાતી કે મનાતી જ્ઞાતિમાંથી પણ અનેક ડોક્ટરો, શિક્ષકો અને ઉચ્ચ અધિકારીઓ બન્યા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ