વડનગરના મોલીપુરની કોરોનાગ્રસ્ત મહિલાએ જન્મ આપેલા જોડિયા સંતાનો પૈકી પુત્રને સોમવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્ર ચોંકી ઊઠયું છે. એક દિવસના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો હોય તેવો ગુજરાતમાં આ પ્રથમ કેસ છે. વડનગર મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડેન્ટ એચ.ડી પાલેકરે આ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો તેમણે કહ્યું હતું કે, જો પોઝિટિવ આવે તો બંને નવજાત બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવે. સંક્રમણ થવા માટે મુખ્ય એવું બ્રેસ્ટ ફિડિંગ પણ કરાવ્યુ નથી અને બંને બાળકો એકસાથે જ છે ત્યારે પોઝિટિવ રીપોર્ટ આવવો શક્ય નથી, બે દિવસ બાદ બાળકનું પુનઃ સેમ્પલ લેવાશે તેમ તેઓએ જણાવ્યું હતું.