હાલમાં એક દેશ, એક ચૂંટણી ફોર્મ્યુલા પર કેન્દ્રની મોદી સરકાર કામ કરી રહી છે. એક સાથે ચૂંટણી કરાવવા કાયદા પંચે રાજકીય પાર્ટીઓ સાથે ત્રિ-દિવસીય પરીચર્ચાની શરૂઆત કરી દીધી છે. આ મામલે 17 જુલાઈએ સર્વદળની બેઠક પણ બોલાવવામાં આવી છે. પંચે પોતાના અહેવાલને આખરી સ્વરૂપ આપવા પહેલા રાજકીય પક્ષો, સંવિધાન વિશેષજ્ઞો, નોકરીયાતો અને સામાન્ય જનતા સહિત તમામ સંબંધિતોનો અભિપ્રાય માંગ્યો છે.