'વન-નેશન- વન ઇલેકશન' અંગેનો ૧૮૬૨૬ પાનાનો વિસ્તૃત અહેવાલ રામનાથ કોવિંદ સમિતિએ આજે બપોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપ્રત કર્યો હતો. દેશમાં લોકસભા, તમામ વિધાનસભાઓ, અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી એક સાથે યોજવા અંગે આ સમિતિએ ૧૯૧ દિવસ સુધી ભારે જહેમત લીધી હતી. આ સમિતિની રચના સપ્ટેમ્બર ૨, ૨૦૨૩ના દિવસે કરવામાં આવી હતી.
રામનાથ કોવિંદે સમિતિના સભ્યો કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રના કાનુન મંત્રી અર્જુન રામ મેઘવલ, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદ વગેરે સભ્યો તે સમયે ઉપસ્થિત હતા.