નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક હેબિયસ કોર્પસની અરજી દાખલ કરવામાં આવી છે. સગીર વયના 4 બાળકોને ગોંધી રાખવાના આક્ષેપ સાથે તેમના વાલીઓએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી છે. જેની સામે હાઇકોર્ટે પોલીસને ચારેય બાળકોને કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે.