રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગાંધીનગરમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું છે. કોરોના પોઝિટિવ પૌત્રના સંપર્કમાં આવેલા 84 વર્ષીય દાદાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે.રાજકોટના જંગલેશ્વરમાં વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતા વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 281 દર્દીઓ થઈ ગયા છે.