અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારના ગેન્ગરેપ કિસ્સા પછી વીડિયો ક્લિપના બહાને બળાત્કારની વધુ એક ફરિયાદ સામે આવી છે. એક યુવતીએ તેના યુવક મિત્ર સામે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ અનુસાર તેનો યુવક મિત્ર તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો અને ફોટોગ્રાફ અને વીડિઓ સોશ્યલ મીડિયામાં મૂકવાની ધમકી પણ આપી હતી.