20મી ઓક્ટોબર લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે શુક્રવારે મોડી સાંજે જાહેર કર્યો હતો. જોકે આ અંગે કોઈ ઠોસ કારણ દર્શાવવામાં આવ્યું નહોતું. ફક્ત વિદ્યાર્થીઓને જાણ કરી દેવામાં આવી હતી કે હવે પરીક્ષા હાલમાં લેવામાં નહીં આવે અને નવી તારીખ અંગેની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે. હવે વિદ્યાર્થીઓ બિચારા મુંજાતા હોય તે સ્વાભાવિક છે પણ હવે આજે જે કારણ આપવામાં આવ્યું છે તેનાથી તો મોટા ભાગના વિદ્યાર્થીઓ સો ટકા મુંજવણ અનુભવશે અથવાતો શોકમાં ગરકાવ થઇ જશે!! કારણ કે આ અંગે મંડળના અધ્યક્ષ આસિત વોરાને પૂછતાં તેમણે જણાવ્યું કે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ તરફથી પરીક્ષા રદ કરવા સૂચના આપવામાં આવી છે. પરીક્ષા રદ કરવા પાછળ નવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. હવે આ પરીક્ષા ધોરણ 12 પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
હવે મિત્રો, આ કારણ ગળે ઉતરે ખરું...!! કારણ કે છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ મીટ માંડીને તૈયારીઓ કરી રહ્યા હોય... અને બીજી ભરતીઓના પેપર ફૂટી જતાં હોય, એમાંય વળી EWS આવ્યું ત્યારે અમુક વિદ્યાર્થીઓએ આર્થિક અનામતનો લાભ લેવા નવેસરથી ફોર્મ ભર્યા. હવે ઓછાને પુરતું હોય તેમ એવું જાહેર કરી દેવામાં આવે કે હવે નવેસરથી ફોર્મ ભરાશે અને ખાલી ગ્રેજ્યુએટ જ ફોર્મ ભરી શકશે. ચલો એક સમય માની લઈએ કે કારણ વ્યાજબી છે પણ વિધાર્થીઓને તમે કઠપૂતળીની જેમ નચાવો એ કેટલું વ્યાજબી કહેવાય અને સાહેબ તમે એવો જવાબ પણ ન આપી શકો કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો બધી જાતની તૈયારી રાખવી પડે !! કારણ કે બિચારા વિદ્યાર્થીઓ દુધથી દાજેલા છે એટલે જ છાસ પણ ફૂંકીને પીવા માંગે છે જો આ સરકાર પીવા દે તો !! તમે અહીં દુધથી દાજેલા અંગેનો ભાવાર્થ સમજી જ ગયા હશો (ગુજરાત પોલીસનું પેપર ફૂટ્યું, ટેટનું પેપર ફૂટ્યું, અપવાદ ભલે બહાર ન આવ્યું પણ મુખ્યસેવિકાનું પેપર ફૂટ્યું અને આવી કેટલીય પરીક્ષાના પેપરો કોણ જાણે ફૂટતાં હશે!! એટલે જ તો ગામડાના કોઈ વિદ્યાર્થીના મનમાં શંકા કુશંકા
જન્મ લે તો તમારે ખોટું ના લગાડવું જોઈએ...પણ કારણ તેના ગળે ઉતરે તેવું ચોક્કસ આપવું જોઈએ અને સરકાર પ્રત્યે તેના મનમાં દ્વેષ ભાવના ન જાગે તેવો દિલાશો અને વિશ્વાસ કેળવવો જોઈએ.