અયોધ્યામાં રામમંદિર નિર્માણ અંગે ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશના મિલ્કીપુરના ભાજપના ધારાસભ્ય ગોરખનાથ બાબાએ કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એક એક બાળક પોતાનું રક્ત વહેવડાવશે. તેઓ અયોધ્યામાં શ્રીરામ દર્શનયાત્રા અંગે આયોજીત એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તાજેતરમાં ભાજપના સાંસદ વિનય કટિયારે પણ રામ મંદિર નિર્માણ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.