વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય સોશિયલ મીડિયા એપ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપની સર્વિસ સોમવારે રાતે બંધ થઈ ગઈ હતી અને તે અત્યાર સુધીમાં સૌથી લાંબા સમય સુધી એટલે કે લગભગ સાત કલાક કરતાં વધુ સમય સુધી ઠપ્પ રહેતા ત્રણે સોશિયલ મીડિયા સર્વિસના કરોડો યુઝર્સ હેરાન થઈ ગયા હતા. જોકે, ફેસબૂકના એક એન્જિનિયરની એક ભૂલે ફેસબૂક અને તેના માલિક ઝુકરબર્ગને કુલ રૂ. ૩.૫૩ લાખ કરોડ (૪૭૩૦ કરોડ ડોલર)થી વધુનું નુકસાન કરાવ્યું છે, જેમાં ફેસબૂકની માર્કેટ કેપના ધોવાણ અને સાત કલાક દરમિયાન કંપનીને પ્રત્યક્ષ જાહેરાતની આવક તરીકે અંદાજે રૂ. ૭૫૦ કરોડ (૧૦ કરોડ ડોલર)ના નુકસાનનો સમાવેશ થાય છે. જોકે, ત્રણેય સોશિયલ મીડિયા એપની સર્વિસ મંગળવારે વહેલી સવારે શરૂ થઈ હતી.