રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 12 બેઠક પર ચૂંટણી યોજાશે. અહીં બિકાનેર લોકસભા બેઠક પર કોંગ્રેસે ગોવિંદ રામ મેઘવાલને મેદાનમાં ઉતાર્યા છે. તેમના સમર્થનમાં આજે (ગુરુવાર) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભા યોજી હતી. સભાને સંબોધતા તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસને જનતાને આપેલા વચનો પણ યાદ કરાવ્યા. પોતાના ભાષણમાં ગરીબ પરિવારોને દર મહિને 8500 રૂપિયા આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'દેશમાંથી ગરીબી દૂર કરવાનું કામ કરશે.'