અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર શનિવારે સવારે રોડ એક્સિડન્ટ સર્જાયો હતો. બેકાબૂ બનેલી વિશાળ ટ્રક એકાએક હાઈવે પરની દુકાનોમાં ઘૂસી ગઈ હતી. બનાવમાં એક આધેડનું મોત થયું હતું. આ અકસ્માત પછી ટ્રકનો ડ્રાયવર અને ક્લિનર ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધ હાથ ધરી છે. બનાવમાં ત્રણથી ચાર દુકાનો તોડીને ટ્રક ઘૂસી હતી.