પંચમહાલ જિલ્લામાં હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ નર્મદા ઇન્ડસ્ટ્રીઝમાં ઓવનમાં તાપમાન વધી જતાં થયેલાં બ્લાસ્ટમાં કંપનીના એક કામદારને ગંભીર ઈજા થતાં તેને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. અન્ય 7 કર્ચમારીને ઈજા થતાં પ્રાથમિક સારવાર હાલોલ રેફરલ ખાતે આપી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીઆઇડીસીમાં આવેલી નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્ટસને પાવડર કોટિંગનું કામ કરે છે.