અમદાવાદમાં શુક્રવારે ગૂજરાત વિદ્યાપીઠ પાસે આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લૂંટ કરવામાં આવ્યાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર પટેલ ચીમન હરગોવિંદ આંગડીયા પેઢીનો માણસ અમદાવાદથી મહેસાણા જવા વિદ્યાપીઠ પાસેના એસટી સ્ટેન્ડ પાસે ઉભો હતો ત્યારે લૂંટના ઈરાદે 4 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો અને હુમલાખોરોની તપાસ ચાલુ છે.