હાથરસમાં બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકોના મોત થઈ ચુક્યા છે. દુર્ઘટના બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ માટે આગ્રા લઈ જવામાં આવ્યા હતા. બુધવારે હાથરસથી આગ્રા લઈ જવામાં આવેલા 21 મૃતદેહોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હવે સામે આવ્યો છે, જેમાં કેટલાક મોટા ખુલાસા સામે આવ્યા છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોટાભાગના લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ ત્રણ લોકોના મોત માથામાં ઈજાના કારણે થયા છે. તો અન્ય ત્રણ લોકોએ આઘાત અને હેમરેજને કારણે પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. હાથરસમાં નાસભાગની ઘટના બાદ 21 મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે આગ્રાની એસએન મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા.