વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાના છે. તેમની સાથે ભાજપના તમામ મંત્રીઓ, સાસંદ અને ભાજપના જેતે રાજ્યના ધારાસભ્યો પણ પોત પોતાના વિસ્તારમાં ઉપવાસ કરશે. વિપક્ષ દ્વારા સંસદમાં હોબાળા તથા ગૃહની કામગીરી નહીં ચાલવા દેવાના વિરોધમાં તેઓ ઉપવાસ કરી રહ્યાં છે. જેને પગલે દેશમાં ઉપવાસ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નવી દિલ્હીમાં વડાપ્રધાન ઉપવાસ પર બેસશે.