દુનિયાના ૧૦ દેશોમાં પ્રચલિત એક દેશ, એક ચૂંટણી ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. મોદી સરકારે એક દેશ, એક ચૂંટણી અભિગમને દેશમાં લાગુ પાડવાની દિશામાં પહેલું કદમ માંડી દીધું છે. ત્યારે વડા પ્રધાન મોદીએ આ મુદ્દે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહે એવું જણાવ્યું કે પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં એક દેશ, એક ચૂંટણી સહિત ૫ મુદ્દે ચર્ચા થઈ હતી. રાજનાથે કહ્યું કે પીએમ મોદીએ આ મુદ્દે કમિટી બનાવવાની વાત કરી છે. આ કમિટિ એક નિશ્ચિત સમયમર્યાદામાં તેના સૂચનો આપશે અને તેને આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે મોટાભાગના પક્ષો એક દેશ, એક ચૂંટણીની તરફેણમાં છે. સીપીએમને મતભેદ હતો પરંતુ તેણે વિરોધ કર્યો નથી. ૪૦ પક્ષોને બેઠકનું આમંત્રણ અપાયું હતું તેમાંથી ૨૧ પક્ષો હાજર રહ્યાં હતા તો ૩ પક્ષોએ લેખિતમાં તેમના વિચારો આપ્યાં છે.