Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વન નેશન, વન ટેક્સ એટલે કે GSTના અમલ બાદ હવે કેન્દ્રની મોદી સરકાર વન નેશન, વન રેશન કાર્ડ યોજનાને લાગુ કરવા માટે તૈયારી કરી રહી છે. સંસદમાં મંગળવારે કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને કરેલી જાહેરાત અનુસાર સરકારની આ મહત્વાકાંક્ષી યોજના અંગે તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે અને આગામી 1 જૂન, 2020થી તેનું અમલીકરણ થઇ શકે છે. જણાવી દઈએ કે આ યોજનાથી નાગરિકો સરકારી સહાયતાનો સીધો લાભ મેળવી શકશે.

કોઈ પણ ગરીબ વ્યક્તિ તેના હકની સબસિડી હેઠળ મળતા ખાદ્ય પદાર્થોથી વંચિત ન રહે તેવા ઉમદા ઉદ્દેશથી મોદી સરકાર આ યોજના પર કામ કરી રહી છે. આ માટે ગુજરાત, આંધ્રપ્રદેશ, હરિયાણા,ઝારખંડ, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત 14 રાજ્યને ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ (ePos) થી જોડી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં મોટાભાગના રાજ્યોને પણ તેની સાથે જોડી દેવામાં આવશે. આ સાથે રેશન કાર્ડને લગતી વિગતોને સર્વર સાથે જોડવામાં આવી રહી છે અને કોઈ પણ સ્થળેથી જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અંતર્ગત ખરીદી કરી શકાશે. આમ ગરીબ લોકો અને ખાસ કરીને શ્રમજીવી લોકોને લાભ મળશે. સરકાર આ યોજના મારફતે PDS અંતર્ગત આશરે 81 કરોડ લોકોને સુવિધા પહોંચાડવા માગે છે. PDS હેઠળ પ્રત્યેક વર્ષ આશરે 612 લાખ ટન ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવે છે.

વન નેશન વન રેશન કાર્ડ યોજનાના ફાયદા

  1. આ યોજનાના માધ્યમથી દેશના તમામ નાગરિકોને એક રેશન કાર્ડથી સમગ્ર દેશમાં રાશન ઉપલબ્ધ કરાવી શકાશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ,2013 હેઠળ તમામ નાગરિકોને ખાદ્યાન ઉપલબ્ધ બનાવી શકાશે.
  2. આ યોજનાથી સામાન્ય પ્રજાજનોને લાભ મળશે. કાર્ડ ધારકોને કોઈ એક દુકાનદાર પર આધાર રાખવો નહીં પડે અને ગેરરીતિ કે ભ્રષ્ટચારને નિયંત્રિત કરી શકાશે.
  3. વિવિધ રાજ્યોમાંથી લાભો મેળવવા માટે એક કરતા વધારે રેશન કાર્ડ રાખવા પર અંકૂશ આવી જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ