રાજકોટ શહેરના શાસ્ત્રીમેદાનમાં ચાલી રહેલા મેળામાં શુક્રવારે રાત્રે 3 વર્ષના બાળકનું બેબી ટ્રેન સાથે અથડાયા બાદ ટ્રેન નીચે આવી જતાં મોત થયું હતું. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિજયભાઇ ગુજરાતીનો પરિવાર મેળામાં ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. ઘટનાથી મેળાના સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊઠ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.