ઓનલાઈન શોપિંગ ઘણી રીતે સરળ અને સુલભ છે. પહેલી નજરે એ નિર્દોષ લાગે છે, પરંતુ તેનાથી પર્યાવરણને મોટે પાયે નુકસાન થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી છે. અમેરિકી સરકારની એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એજન્સીએ આ અંગે પહેલી વખત અભ્યાસ હાથ ધર્યો હતો. ઓનલાઈન શોપિંગ માટે ઓર્ડર કરાયેલી વસ્તુઓ મોટે ભાગે કાર્ડબોર્ડ (પૂંઠા)ના બનેલા બોક્સમાં આવે છે. એ પૂંઠા વૃક્ષ કપાઈને બને છે. જેમ વધુ શોપિંગ થાય એમ વધુ બોક્સ જોઈએ, વધુ બોક્સ માટે વધુ વૃક્ષ કપાય એ સીધું ગણિત છે. એ રીતે પર્યાવરણને નુકસાનની શરૃઆત બોક્સથી જ થાય છે.