સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એક સમયે ચર્ચાનો વિષય બનેલા સુરતના વેવાઈ અને નવસારી વેવાણ ફરીથી ચર્ચામાં આવી ગયા છે. સંતાનોની સગાઈ બાદ ભાગી ગયેલા વેવાઈ અને વેવાણ ફરીથી ભાગી ગયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાથી બંને પરિવારમાં ફરીથી ઉહાપોહ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે સુરત અને નવસારીના બે યુવક યુવતીના લગ્ન થવાના હતા પરંતુ દીકરીની માતા અને દીકરાના પિતા વચ્ચે બચપણમાં અધુરો રહી ગયોલો પહેલો પ્રેમના અરમાનો જાગી ઉઠ્યા હતા અને પોતાના સંતાનોના લગ્ન કરાવવાની જગ્યાએ આ વેવાઈ-વેવાણ એકબીજા સાથે ઉજ્જૈન ભાગી ગયા હતા.
16 દિવસ સાથે રહીને બંને પરત ફર્યા હતા જેમાં વેવાણને તો પતિએ ઓળખવાની જ ના પાડી દેતા તેણે પોતાના પિયર જવું પડ્યું હતુ જ્યારે વેવાઈ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. આ સ્ટોરી હાલ ઘર ઘરમાં જાણીતી થઈ ચુકી છે. જો કે ત્યાર બાદ વેવાણ અને તેમના પતિ વચ્ચે સમાધાન થઈ ગયુ હતું. પરંતુ હવે ફરી વેવાઈ અને વેવાણ ગાયબ થઇ ગયા હોવાની વાતના પગલે આ વિષય ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.