હાલ ભીષણ ગરમીનો સમય ચાલી રહ્યો છે. વાતાવરણ વાદળછાયું હોવા છતાં ભયંકર બફારાના લીધે લોકો ત્રાહિમામ થયાં છે. આ દરમિયાન હવામાન વિભાગ તરફથી ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યાં છે. હવામાન અધિકારીઓ અનુસાર, આવતા અઠવાડિયે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 13 જૂને ગુજરાતમાં વરસાદનું આગમન થઇ જશે. અરબ સાગરમાં સર્જાઇ રહેલા લો-પ્રેશરના કારણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલ ને નેઋત્ય ચોમાસું શ્રીલંકા પહોંચી ગયું છે અને આવનારા 48 કલાકમાં કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો- પ્રેશર એરિયા સર્જાવાને લીધે ચોમાસું ઝડપથી ગુજરાત પહોંચે તેવી સંભાવના છે. એ જોતાં આવતા અઠવાડિયે 13 જૂને સૌરાષ્ટ્ર તેમજ દ.ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે.