બુધવારે 14 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતા આખું શહેર પાણીમય બની ગયું હતું. ગઇકાલે ગુરૂવારે શહેરમાં તો વરસાદ ન હતો પરંતુ હાલોલ, કાલોકમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે આજવા ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો. જેથી તેના નીર વિશ્વામિત્રીમાં આવતા તેની સપાટી ભયજનક સ્થિતિની ઉપર પહોંચીને શહેરનાં અનેક વિસ્તારોમાં પાણીપાણી થઇ ગયું હતું. જેના લીધે આશરે 5 હજાર લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. બે દિવસ બાદ પણ આજે શુક્રવારે શહેરનાં અનેક વિસ્તારો પાણીમય છે. ઘરોમાં હજી પાણી છે, લોકોને જીવન જરૂરયાતની ચીજવસ્તુઓ ખરીદી નથી શકતા. વડોદરાવાસીઓ નોકરી ધંધે જઇ નથી શકતા જેના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયાની આશંકા સેવાઇ રહી છે. હજી પરિસ્થિતિ ઘણી જ કપરી દેખાઇ રહી છે.